(English Version)

   About us

વજુ કોટક

સ્થાપક – ચિત્રલેખા

ચિત્રલેખા ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો જે એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા.

ગ્રુપના મુખ્ય સામયિક ચિત્રલેખા ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ચિત્રલેખા સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.

સફળતાના ૬૦થી વધારે વર્ષોની સફર પર અગ્રસર ચિત્રલેખા સામયિક ગુજરાતી સમાજને સમાચારો, મહત્ત્વના પ્રસંગો, સંસ્કૃતિ, વાર્તાઓ તેમજ બીજી ઘણી બધી વાંચનસામગ્રીથી વાકેફ રાખે છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને. આમ, અનેક દાયકાઓથી ચિત્રલેખા ગુજરાતી સાપ્તાહિક મુંબઈ તથા ગુજરાતમાં સૌથી બહોળું વેચાણ ધરાવતું માતબર સામયિક છે – પ્રકારમાં તેમજ ભાષાની દ્રષ્ટિએ! જે દર અઠવાડિયે ૨,૪૦,૦૦૦થી વધારે ઘરોમાં વંચાય છે.

ચિત્રલેખા ગ્રુપે તેની સ્થાપનાના સમયથી લઈને આજ સુધીમાં ઘણો વિકાસ સાધ્યો છે અને તેના છત્ર હેઠળ અનેક પ્રકાશનો શરૂ કર્યા છે:

વિવિધ વિષયોને આવરી લેતું વાંચન પીરસતા સામયિકો:

૧. ચિત્રલેખા ગુજરાતી
૨. વોચ વર્લ્ડ
૩. ચિત્રલેખા મરાઠી
૪.બીટીડબલ્યુ (બાય ધ વે) – ‘ફાઈન લિવિંગ’ મેગેઝિન
૫. ચિત્રલેખા ટ્રાવેલ
૬. ચિત્રલેખા લાઈફસ્ટાઈલ
૭. કસ્ટમ પબ્લિશિંગ ફોર ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક મેગેઝિન્સ

ગુજરાતી વાચકવર્ગનો વ્યાપ વધતો જાય છે. તેવી જ રીતે, બોલીવૂડની ફિલ્મોના રસિયાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તેમજ આજકાલ લોકો વિશ્વના કોઈ પણ ખૂણે હોય તે છતાં સ્માર્ટ જીવનશૈલી અપનાવતા થયા હોવાથી તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચિત્રલેખા અને બીટીડબલ્યુ હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

આ ગ્રુપ તમામ વયજૂથ અને વિસ્તારોને આવરી લેતા વાચકો સુધી પહોંચે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગ, સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ્ડ પ્રી-પ્રેસ કામગીરીથી લઈને પ્રિન્ટીંગ સેટ-અપ વડે તેમજ શ્રેષ્ઠ ક્વોલિટીના કાગળના ઉપયોગ વડે ચિત્રલેખાએ વાચકો તેમજ એડવર્ટાઈઝર્સ, બંનેના મન પર એક ખાસ પ્રતિષ્ઠા જમાવી છે.

‘ચિત્રલેખા’ અને ‘બીટીડબલ્યુ’ ઓનલાઈન તેમજ મેગ્સ્ટર એપ્લિકેશન મારફત તમામ એન્ડ્રોઈડ કે એપલ પ્લેટફાર્મ ઉપર પણ ઉપલબ્ધ છે. ’વોચ વર્લ્ડ’ મેગેઝિન ટૂંક સમયમાં ઝીનીઓ મારફત ઉપલબ્ધ થશે. આ સુવિધાઓ અમારા લાખો માનવંતા વાચકોને ગમે તે સમયે અને વિશ્વમાં ગમે તે સ્થળેથી મેગેઝિનો વાંચવામાં મદદરૂપ થઈ છે.

ગ્રુપના તમામ પ્રકાશનો સમગ્ર પરિવારને પસંદ પડે એવી વાચનસામગ્રી પીરસે છે. સમાજના તમામ વર્ગોના વાચકો તરફથી આ પ્રકાશનોએ સરાહના હાંસલ કરી છે. માટે જ દરેક પ્રકાશનનો ફેલાવો સ્થિર રીતે નોંધપાત્ર રીતે વધતો જ રહ્યો છે.

મેગેઝિનોના પ્રકાશન ઉપરાંત આ ગ્રુપ કાર્યક્રમોના આયોજન કરીને વૈવિધ્યકરણમાં ઝંપલાવ્યું છે. આમાં સૌથી પ્રતિષ્ઠિત છે ‘વોચ વર્લ્ડ એવોર્ડ્સ’, જે દુનિયાભરમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડની વોચ માટે ભારતમાં યોજાતો સૌપ્રથમ એવોર્ડ છે.

ગ્રુપના ૬૦મા સ્થાપનાદિનની ઊજવણીના કાર્યક્રમોનું હાલમાં જ સમાપન કરાયું હતું. તે પ્રસંગે ગ્રુપ તેમજ તેના સ્થાપક વજુ કોટક અંગેની ટપાલ ટિકિટનું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

<< Back

  
© 2013 Chitralekha. All rights reserved.